ગૌતમ અદાણી પરનો કેસ અમેરિકી કોર્ટે રદ કર્યો  અદાણીએ લખ્યું- ‘કોર્ટના ર્નિણયનું સન્માન કરૂં છું’

ગૌતમ અદાણી પરનો કેસ અમેરિકી કોર્ટે રદ કર્યો  અદાણીએ લખ્યું- ‘કોર્ટના ર્નિણયનું સન્માન કરૂં છું’

ન્યૂયોર્ક તા.૧૧
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકાથી મોટી રાહત મળી છે. સોમવારે અમેરિકાની ફેડરલ કોર્ટે તેમની સામેનો ફોજદારી કેસ રદ કર્યો છે. કોર્ટે અદાણી અને અન્ય આરોપીઓ પર લાંચ અને છેતરપિંડીના કેસને આગળ ન વધારવાનો ર્નિણય કર્યો છે. બ્રુકલિનના અમેરિકી જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગારૌફિસે કેસ રદ કરવાની માગ મંજૂર કરી દીધી.
ગૌતમ અદાણી પર ૨૦૨૪માં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવા સંમતિ દર્શાવી હતી, જેથી અદાણી ગ્રુપની એક સહાયક કંપનીને સોલર એનર્જી પ્લાન્ટ વિકસાવવાની મંજૂરી મળી શકે. જોકે, અદાણી ગ્રુપે હંમેશા આ ખોટા કાર્યોનો ઇનકાર કર્યો હતો. ચુકાદો આવ્યા બાદ ગૌતમ અદાણીએ X પર પોસ્ટ કરીને લખ્યું- હું ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે નમ્રતા અને ઊંડા સન્માન સાથે અમેરિકી અદાલતના ર્નિણયનું સ્વાગત કરું છું.