હોર્મુઝમાં ભારતીય ક્રુ ધરાવતા ટેન્કર પર ડ્રોન હુમલો : બે ભારતીયો લાપતા
તહેરાન તા.૧ર
હોર્મુઝ જળમાર્ગ પાસે ભારતીય ક્રૂ ધરાવતા એક ટેન્કર પર રવિવારે ડ્રોનથી હુમલો થયો હતો. જહાજમાં સવાર ૧૧ ભારતીય નાવિકોમાંથી ૯ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે હજુ પણ લાપતા છે.
છેલ્લા ૩ દિવસમાં આ વિસ્તારમાં ભારતીય ક્રૂ ધરાવતા ૩ જહાજો પર હુમલા થયા છે. જેમાંથી એક હુમલો એમટી વાલ્થેરા પર થયો હતો, ત્યાર બાદ જહાજમાં આગ લાગી હતી. ભારતે જહાજો પર થતા હુમલા તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે.


