હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા માટે ઈરાને પરમીટ સીસ્ટમ લાગુ કરી

હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા માટે ઈરાને પરમીટ સીસ્ટમ લાગુ કરી

તહેરાન:20
અમેરિકા-ઈરાન યુદ્ધની સમાપ્તી બાદ હોર્મુઝ જળમાર્ગ ખુલ્લી ગયો છે અને હવે લાંબા સમયથી નહી અટકી પડેલા ઓઈલ ટેન્કર સહિતના વ્યાપારી જહાજો આગળ મુસાફરી માટે રવાના થવા લાગ્યા છે ત્યાં જ ઈરાને હવે આ જળમાર્ગ અંગે એક મોટો ર્નિણય લેતા જાહેર કર્યુ છે કે, કોઈપણ દેશ અગાઉથી મંજુરી લીધા વગર અને શરતો મુજબ જ હોર્મુઝ જળમાર્ગ પસાર કરી શકશે.
જેમાં પરમીટ ઉપરાંત જહાજ અને તેના સામાનનો પુરતો વિમો હોવું જરૂરી કર્યુ છે. એક તરફ હોર્મુઝ છોડવા જહાજોની લાંબી કતાર લાગી છે તે સમયે જ ઈરાને આ શરતો મુકતા ફરી એક વખત આ માર્ગ પસાર થતા વધુ સમય લાગશે. ઈરાને આ માટે ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીની રચના કરી છે. જે આ વ્યવસ્થાનું સંચાલન કરશે.