વેનેઝુએલાના પાટનગર કારાકાસ પર અમેરીકાનો ભીષણ હવાઈ હુમલો

વેનેઝુએલામાં કટોકટી જાહેર કરાઈ : અમેરીકાએ ડેલ્ટા ફોર્સ કમાન્ડોને કારાકાસમાં ઉતાર્યા : અમેરીકન સૈન્યએ વેનેઝુએલાના સંરક્ષણમંત્રીનું ઘર ફુંકી માર્યું : વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો રાષ્ટ્રપતિ નિવાસ સ્થાનમાંથી નાસી છુટયા હોવાના અહેવાલો

વેનેઝુએલાના પાટનગર કારાકાસ પર અમેરીકાનો ભીષણ હવાઈ હુમલો

(એજન્સી)        કારાકાસ તા.૦૩
વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં આજે સવારે ઓછામાં ઓછા ૭ ધડાકા થયા હતા. પ્રથમ ધડાકો સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ ૨ વાગ્યે થયો હતો.
દરમ્યાનમાં આ મામલે હજી સુધી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી કોઈ તત્કાલ પ્રતિક્રિયા આવી નથી.  દરમ્યાનમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ વેનેઝુએલાના ૬ મીલીટ્રી ઠેકાણા પર અમેરીકાએ હુમલો કર્યો છે. પાટનગર કારાકાસમાં ટેન્કો દોડી રહી છે. વેનેઝુએલાએ અમેરીકાના હવાઈ હુમલાનો પ્રતિકાર કરવા માટે  ૩૦ સુખોઈ વિમાનોની સ્કવોડ્રન તૈનાત કરી છે. ત્યારે બીજી તરફ અમેરીકા ચીનુક અપાચે હેલીકોપ્ટર દ્વારા હુમલો કરી રહ્યું છે. અમેરીકાએ તેની ડેલ્ટા ફોર્સના કમાન્ડોને કારાકાસમાં ઉતારી દીધા છે. અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનના આજુબાજુના વિસ્તારમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. અમેરીકાના સૈન્યએ વેનેઝુએલાના સંરક્ષણ મંત્રીનું ઘર ફુંકી માર્યું છે. જયારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પ્રેસીડેન્સીયલ પેલેસમાંથી ફરાર થઈ ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ સાથે જ શહેર ઉપરથી ઓછી ઊંચાઈએ ઉડતા વિમાનોનો અવાજ પણ સંભળાયો હતો. ધડાકાનો અવાજ સાંભળતા જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લોકો ગભરાઈને રસ્તાઓ પર આવી ગયા હતા. કારાકાસના ઘણા વિસ્તારોમાંથી દૂર-દૂર સુધી લોકોને બહાર ઊભેલા જોવામાં આવ્યા હતા. આ ઘટના પર વેનેઝુએલા સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.
રોયટર્સના અહેવાલ મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જોરદાર અવાજો સંભળાયા હતા. શહેરનો દક્ષિણી વિસ્તાર, જે એક મોટા સૈન્ય અડ્ડાની નજીક છે, ત્યાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પહેલા વેનેઝુએલાએ ૫ાંચ અમેરિકી નાગરિકોની ધરપકડ કરી હતી.
આ પહેલા અમેરિકી બ્રોડકાસ્ટર ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વેનેઝુએલા સાથે યુદ્ધની ઘોષણા કરી 
શકે છે. ટકર કાર્લસને આ વાત પોતાના ઓનલાઈન શો ‘જજિંગ ફ્રીડમ’માં કહી હતી.