માંગરોળમાં રકતસેવક બાઈક રાઈડનું સ્વાગત સન્માન કરાયું

માંગરોળમાં રકતસેવક બાઈક રાઈડનું સ્વાગત સન્માન કરાયું

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૧૦
રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશ આપવા સાબરમતી આશ્રમથી શરૂ થયેલી રક્તસેવક બાઈક રાઈડ માંગરોળ પહોંચતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ડોક્ટર એસોસિએશન, એકતા ફાઉન્ડેશન, ગૌરક્ષક સેના તથા  અન્ય સ્થાનિક સંસ્થાઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા રક્તસેવકોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સાતમા દિવસે જુનાગઢ જિલ્લામાં પ્રવેશતા માંગરોળ મુકામે આવી પહોંચી હતી. 
આ તકે રક્તદાતામાં જાગૃતિ લાવવા અને સમયસર રક્તદાન કરવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સિટબેલ્ટ પહેરવા, સિગ્નલના નિયમો પાળવા, રોંગ સાઇડમાં વાહન ન ચલાવવા લોકોને અનુરોધ કરાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.