કોકરોચ બાદ હવે માખી જનતા પાર્ટીની એન્ટ્રી
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને રાજકીય વાતાવરણ વચ્ચેનો સંબંધ એક અલગ જ વળાંક લઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી‘ (CJP) નામના ચચિર્ત પ્લેટફોર્મ બાદ હવે ‘માખી જનતા પાર્ટી‘ (MJP) નો ઉદય થયો છે. આ નવું ડિજિટલ સંગઠન દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની એક ખાસ ટિપ્પણી બાદ અસ્તિત્વમાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, માખી મારવા માટે હથોડાનો ઉપયોગ ન કરી શકાય. આ વક્તવ્ય વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર MJP ની સ્થાપના થઈ ગઈ અને તેણે CJP સાથે એકજૂટતા દર્શાવવાની શરૂઆત કરી દીધી છે. સીજેપી પણ શરૂઆતમાં માત્ર એક રમૂજી ટિપ્પણી તરીકે શરૂ થઈ હતી, પરંતુ સમય જતાં તે યુવાનો વચ્ચે વહીવટી જવાબદેહી અને વિરોધ નોંધાવવાનું એક મોટું માધ્યમ બની ગઈ હતી.


