મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું ઉચ્ચ સ્તરીય ડેલીગેશન સાન ફ્રાન્સીસ્કો પહોંચ્યું : ગુજરાતી સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું ઉચ્ચ સ્તરીય ડેલીગેશન સાન ફ્રાન્સીસ્કો પહોંચ્યું : ગુજરાતી સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત

સાન ફ્રાન્સિસ્કો તા.૧૭ :
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું પ્રતિનિધી મંડળ પોતાના નિર્ધારિત અમેરિકા અને કેનેડાના પ્રવાસના પ્રથમ તબક્કામાં સોમવારે સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયું છે. સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઉતરાણ કરતાની સાથે જ ત્યાં વસતા ગુજરાતી સમુદાયના અગ્રણીઓ અને એનઆરઆઈ (NRI) સમુદાય દ્વારા હાથમાં ભારતીય ત્રિરંગા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભારતીય પ્રતિનિધિમંડળનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકા પહોંચ્યા બાદ મુખ્યમંત્રી પોતાના યુ.એસ. પ્રવાસની વિધિવત શરૂઆત સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયેલા ગુજરાતી સમુદાયના અગ્રણીઓ અને બિઝનેસ લીડર્સ સાથેની મહત્વપૂર્ણ બેઠકથી કરશે. આ બેઠક દરમિયાન તેઓ વતન ગુજરાતના વિકાસ મોડલ અને રાજ્યની આર્થિક પ્રગતિ અંગે સંવાદ સાધશે.