અમેરીકાના ગ્રીન કાર્ડ મેળવવાની લાઈનમાં ૧૦ લાખ ભારતીયો !!

અમેરીકાના ગ્રીન કાર્ડ મેળવવાની લાઈનમાં ૧૦ લાખ ભારતીયો !!

વોશિંનગ્ટન તા.૨૯: 
અમેરિકામાં કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડ મેળવવાનું ભારતીયોનું સપનું વધુ લાંબી રાહમાં ફેરવાઈ રહ્યું છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના નવા વિશ્લેષણ મુજબ, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં અમેરિકાની પ્રથમ ત્રણ રોજગાર આધારિત ઇમિગ્રેશન કેટેગરી EB-1, EB-2 અને EB-3ની ગ્રીન કાર્ડ કતારમાં લગભગ ૧૦ લાખ ભારતીયો હતા. આ કુલ બેકલોગના લગભગ ૭૯ ટકા જેટલા છે. સૌથી ગંભીર સ્થિતિ EB-2માં છે, જ્યાં ૨૦૨૬માં અરજી કરનાર ભારતીયને સંભવિત રીતે ૧૭૯ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે, જ્યારે EB-3માં ૩૮ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.