પશુચિકિત્સા અને પશુપાલન મહા વિદ્યાલય, કામધેનું યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરાઈ
જૂનાગઢ, તા.૨૭
પશુચિકિત્સા અને પશુપાલન મહા વિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના લાઈવ સ્ટોક પ્રોડકટસ ટેકનોલોજી વિભાગ દ્વારા આજરોજ તા. ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ “નેશનલ મિલ્ક ડે – ૨૦૨૬” ની ઉજવણી કરવામાં આવેલી હતી. સવારે ૦૯:૩૦ કલાકે એલ.પી.ટી. વિભાગમાં આચાર્ય શ્રી ડૉ.એમ.ડી.ઓડેદરા, વિભાગીય વડાશ્રીઓ, સમગ્ર શિક્ષક ગણ દ્વારા શ્રી ડૉ.વર્ગીસ કુરિયનની પ્રતિમાને માલ્યાપર્ણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમ વેટરનરી કોલેજના સ્નાતક કક્ષાના વિધાર્થીઓ માટે “પોષણથી પણ વિશેષ દૂધનું મહત્ત્વ” વિષય પર લેખ લેખન સ્પર્ધા તથા ક્વીઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં સ્નાતક કક્ષાના કુલ ૬૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૫૬ વિધાર્થીઓએ ક્વીઝમાં ભાગ લીધો હતો. જયારે ૧૦ વિદ્યાર્થીઓ દ્વારા લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ બંને સ્પર્ધાઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સહયોગી બન્યા હતા. ડૉ.વર્ગીસ કુરિયનના જન્મ દિવસ નિમિતે નેશનલ મિલ્ક ડે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડૉ.વર્ગીસ કુરિયનના ઘનિષ્ઠ પ્રયત્નોથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે. તેઓને પદ્મશ્રી,પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તેમજ વૈશ્વિક સ્તરે વર્લ્ડ ફૂડ પ્રાઈઝ, મેગ્સેસેય જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત થયેલા હતા.
નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે પશુચિકિત્સા અને પશુપાલન મહા વિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આચાર્ય ડો.એમ.ડી.ઓડેદરાના વડપણ હેઠળ ડો.એ.આર.બારીયા, સહ પ્રાધ્યાપક અને વડા ડો.બેદીકા બોરા, ડો.આર.ડી.સિંગ, ડો.તાપસ કુમાર પાટબંધા, ડો.કે.કે.સોરઠીયા, ડો.ભાવિન ગૌસ્વામી, ડો.ડી.વી.કાબરીયાની ટીમ દ્વારા લેખન સ્પર્ધા તથા ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે જીસીએમએમએફના પ્રતિનિધિ FPO In charge રનંદ મોહન ગુરૂમૈતા, AIC દિનેશભાઈ ગજેરા, અક્ષયભાઈ ચુડાસમા, જીતેશ પરમાર સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ સહ પ્રાધ્યાપક અને વડાએલ.પી.ટી. વિભાગ, પશુચિકિત્સા અને પશુપાલન મહા વિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



