પાંચ ગંભીર રોગો સામે રક્ષણ આપતી પંચગુણી રસી માળિયા હાટીના તાલુકામાં રસીકરણ કામગીરી હાથ ધરાઈ
જૂનાગઢ, તા.૨૭
પંચગુણી રસી બાળકોને ડિપ્થેરિયા, ધનુર, ઉટાંટિયું (કાળી ખાંસી), હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ-બી અને હેપેટાઇટિસ-બી જેવા પાંચ ગંભીર રોગો સામે રક્ષણ આપે છે. બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યના સંકલ્પ સાથે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં પંચગુણી રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાળકોની રસીકરણની બાકી રહેલી માત્રા સમયસર પૂર્ણ કરાવી તેમના સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસને સુરક્ષિત બનાવીએ, તેવી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


