બાણગંગા શિવલીંગ પર ‘શિવજીની આંખ’ દેખાયાની અફવાથી લોકોનાં ટોળા ઉમટી પડયા

બાણગંગા શિવલીંગ પર ‘શિવજીની આંખ’ દેખાયાની અફવાથી લોકોનાં ટોળા ઉમટી પડયા

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૯
ગીર સોમનાથ જીલ્લામાં આવેલા બાણગંગા શિવલીંગ પર ‘શિવજીની આંખ’ દેખાયાની અફવાને લઈને લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં. વેરાવળનાં ભીડીયા ખાતે સમુદ્ર કિનારે મહેરામણ ઉમટી પડયુ હતું. 
ગઈકાલે બાણગંગા શિવલીંગ પર શિવજીની આંખ દેખાયાની ચમ્તકારીક વાત ફેલાતા ભિડીયા વેરાવળ અને પ્રભાસ પાટણથી લોકો દર્શને પહોંચ્યા હતાં. દરમ્યાન પુનમનાં પગલે દરિયામાં ભારે કરંટ રહયો હતો. તેમ છતાં શ્રધ્ધાળુઓ શિવલીંગ સુધી પહોંચવા સમુદ્રમાં ઉતર્યા હતાં. જાેખમી રીતે સમુદ્રમાં ઉતરતા લોકોનાં પગલે અકસ્માતની દહેશત સર્જાણી હતી. દરમ્યાન આ ઘટનાની જાણ થતાં જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર કાર્યરત બન્યું હતું. અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમુદ્રથી દૂર કર્યા હતાં. શિવજીની આંખ દેખાયાની વાત અંગે હજુ સત્તાવાર પૃષ્ટી મળી નથી. ભારે કરંટ વચ્ચે સમુદ્રમાં ન ઉતરવા લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.