સાસણ નજીક ગેરકાયદેસર શ્રી શિવ વિલા રીસોર્ટ તોડી પાડવા નામદાર હાઈકોર્ટનો આદેશ

જૂનાગઢનાં અગ્રણીએ જીલ્લા કલેકટરને વિસ્તૃત વિગતો સાથે પત્ર પાઠવી ગેરકાયદેસર ચાલતા રીસોર્ટ અંગે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી

સાસણ નજીક ગેરકાયદેસર શ્રી શિવ વિલા રીસોર્ટ તોડી પાડવા નામદાર હાઈકોર્ટનો આદેશ

જૂનાગઢ તા. ર૮
સાસણનાં ઈકો સેન્સેટીવ ઝોનમાં શ્રી શિવ વિલા નામનો તદ્ન ગેરકાયદેસર રીતે રહેણાંક હેતુની જમીનમાં ૭૫ રૂમનો ભવ્ય રીસોર્ટ બનેલ છે જેની સામે અનેક ફરીયાદો થતાં મેંદરડા પ્રાંત અધિકારીએ શરતભંગનો કેસ ચલાવી તા. ૧૬-૭-ર૦ર૪ના રોજ સંપૂર્ણ ગેકાયદેસર રીસોર્ટને દિવસ-૩૦માં તોડી પાડવાનો હુકમ કરેલ જે હુકમની સામે તા. ૧૭-૮-ર૦ર૪ના રોજ એસએસઆરડી અમદાવાદમાંથી રીસોર્ટનાં માલીક શ્રી તારાચંદ દોલતરામ ચોઈથાણીએ પોતાની નાણાંકીય તેમજ રાજકીય વગનાં હિસાબે એકતરફી મનાઈ હુકમ મેળવેલ જે હુકમ નામદાર હાઈકોર્ટે રદ કરેલ છે ત્યારે  આ ગેરકાયદેસર ધોરણે ચાલતા રીસોર્ટને તાત્કાલીક અસરથી બંધ કરવા તેમજ જાહેર હીતમાં જવાબદારો સામે કાયદેસર કરવાની માંગણી સાથેનો એક પત્ર જીલ્લા કલેકટરને જૂનાગઢનાં અગ્રણીએ પાઠવ્યો છે ત્યારે તેને લઈને ભારે ચકચાર જાગી ઉઠી છે.
આ અંગે મળતી વિગત અનુસાર ગીરીરાજ સોસાયટી નં. ૩, બ્લોક નં. ૧૧ આંબાવાડી મેઈન રોડ જાેષીપરા જૂનાગઢ ખાતે રહેતા મોટુમલ રીજવાણીએ જૂનાગઢ જીલ્લા કલેકટરને પાઠવેલા પત્રમાં શ્રી શિવ વિલાનાં ગેરકાયદેસર બાંધકામ તેમજ રહેણાંક હેતુ ઉપર આ ભવ્ય રીસોર્ટ ચાલી રહયો છે તે અંગેની વિસ્તૃત વિગતો આપતા આ પત્રમાં જણાવ્યું છે કે જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં ભાલછેલ ગામનાં રેવન્યુ સર્વે નં. ૧૭ પૈકી ર પૈકી ર જુના નવા સર્વે નં. ૬માં છેલ્લા ૬ વર્ષથી રહેણાંક હેતુની જમીનમાં પ્લોટ નં. ૧૦ થી ર૬માં સરકારશ્રીની મંજુરી મેળવ્યા વગર માત્ર રહેણાંક હેતુ માટે ૧૬ બ્લોકની ગ્રામ પંચાયત પાસેથી મંજુરી મેળવી તે મંજુરીની વિરૂધ્ધ બિન ખેતીનાં તમામ નિયમોની વિરૂધ્ધ ફોરેસ્ટ ખાતાની મંજુરી વગર ૭પ રૂમનો ભવ્ય રીસોર્ટ બનાવેલ અને સાર્વજનીક પ્લોટ તેમજ સાર્વજનીક રોડ રસ્તાઓ ઉપર ખુબ જ મોટો સ્વીમીંગ પુલ તેમજ ૩ માળનો ડીજે રૂમ બનાવી વાણીજય હેતુમાં ચલાવે છે. વધુમાં પારા નં.૧ની વિગતવાળો ભવ્ય રીસોર્ટ શ્રી શિવ વિલાની સામે અનેક ફરીયાદો થતાં મેંદરડા પ્રાંત અધિકારીએ શરતભંગનો કેસ ચલાવી તા. ૧૬-૭-ર૦ર૪નાં રોજ વાણીજય હેતુમાં ચાલતા તથા જીએસટી નંબર ધરાવતો રીસોર્ટનાં તમામ બાંધકામ દિવસ ૩૦માં તોડી પાડવાનો હુકમ કરેલ જેની સામે ગેરકાયદેસર રીસોર્ટ બનાવનાર તારાચંદ ચોઈથાણીએ પોતાની રાજકીય તેમજ નાણાંકીય વગ એસએસઆરડીના કેસ નં. બીકેપી/જેએનડી/ર ર૦ર૪માં એક તરફી મનાઈ હુકમ તા. ૧૭-૮-ર૪નાં રોજ મેળવેલ જે હુકમમાં સચીવશ્રીએ સ્પષ્ટ પણે જણાવેલ છે કે અરજદારની માલીકીની જમીનની યથાસ્થિતિ જાળવી રાખવા હુકમ કરેલ છે. ત્યારબાદ અમોએ અનેક વખત પ્રાંત અધિકારી મેંદરડાને આ ગેરકાયદેસર રીસોર્ટ સીલ કરવા તેમજ ગેરકાયદેસર રીસોર્ટનાં માલીક પાસે ૬ વર્ષનો થતો દંડ વસુલ લેવા ફરીયાદ કરેલ અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ આ બાબતની તમામ રજુઆતો કરી હતી. પરંતુ દર વખતે આ રીસોર્ટ ઉપર મનાઈ હુકમ છે તેવુ જણાવીને અમારી તમામ અરજીઓ ફાઈલે કરેલ છે.
દરમ્યાન તા. ૧૦-૮-ર૬નાં રોજ અમોએ આ પ્રશ્ને તમામ આધાર પુરાવાઓ સાથે ઓગસ્ટ માસનાં જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં લેવા અરજ કરેલ. પરંતુ અમોને જાણવા મળેલ કે અમારી અરજી જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં લીધેલ નથી. અમો અરજદારને પ્રાંત અધિકારી તરફથી કોઈપણ પ્રતિસાદ ન મળતાં અમોએ નામદાર હાઈકોર્ટમાં નં. ૧૧૯પર/ર૦ર૬થી રીટ પીટીશન મનાઈ હુકમ (એસએસઆરડી) નં. એમવીવી/બીકેપી/જેએનડી/ર૦ર૪ની સામે દાખલ કરેલ. જે રીટ પીટીશનમાં નામદાર હાઈકોર્ટે તા. ર૪-૮-ર૬નાં રોજ એસએસઆરડી નં. ૧૭/૦૮/ર૪ તથા ર૩/૦૮/ર૪ તથા ૧૧/૦૪/રપનાં ઓર્ડર સ્ટે કરી મનાઈ હુકમ રદ કરેલ છે. જેથી અમોને સંપૂર્ણપણે ગૌરવ છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે. વધુમાં આપ સાહેબને અમારી નમ્ર અરજ છે કે જન સમુદાયનાં હિતમાં તેમજ ન્યાયનાં સિધ્ધાંતોને ધ્યાને લઈ મેંદરડા પ્રાંચ અધિકારીનાં કેસ નં. ૧/ર૦ર૩-રપ્નાં ૧૬/૦૭/ર૪ના હુકમ મુજબ આ ગેરકાયદેસર શ્રી શિવ વિલા નામનાં રીસોર્ટના તમામ બાંધકામ પ્રાંત અધિકારીનાં હુકમ મુજબ તાત્કાલીક સંપૂર્ણ પણે ડીમોલેશન કરવા અંતમાં માંગણી સાથે વિનંતી કરી છે.