ત્રીજા વિશ્વ યુધ્ધનાં ભણકારા : પુતિને ડીસ્ટ્રીકશન બટન દબાવતા સીઆઈએનાં વડા મોસ્કો પહોંચ્યા : વોશીંગ્ટનમાં ભારે હડકંપ

ત્રીજા વિશ્વ યુધ્ધનાં ભણકારા : પુતિને ડીસ્ટ્રીકશન બટન દબાવતા સીઆઈએનાં વડા મોસ્કો પહોંચ્યા : વોશીંગ્ટનમાં ભારે હડકંપ

(એજન્સી)          મોસ્કો તા.૨૭ :
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક મોડ પર પહોંચી ગયું છે, જે સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે. યુક્રેન દ્વારા રશિયાની ઓઇલ રિફાઇનરીઓ અને મોસ્કો સુધી કરાયેલા ડ્રોન હુમલાઓથી આગબબુલા થયેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટો ર્નિણય લીધો હોવાના અહેવાલ છે. ગુપ્ત અહેવાલો મુજબ, પુતિને રશિયાનું અત્યંત ગુપ્ત ‘વિનાશ બટન‘ સક્રિય કરી દીધું છે. આ ચિંતાજનક માહિતી મળતા જ અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA)ના વડા તાકીદે અને અત્યંત ગુપ્ત રીતે મોસ્કો પહોંચી ગયા છે, જેથી પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી શકાય.
અમેરિકન ઇન્ટેલિજન્સને મળેલી પક્કી બાતમી અનુસાર, પુતિન હવે માત્ર યુક્રેન પુરતા મર્યાદિત રહેવા માંગતા નથી પરંતુ યુક્રેનને મદદ કરી રહેલા નાટો (NATO) દેશો પર સીધો અને મોટો જવાબી હુમલો કરવાનું કાવતરૂં ઘડી રહ્યા છે. સીઆઈએ ચીફ દ્વારા ક્રેમલિનને સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી છે કે નાટો સભ્ય દેશો પર કોઈપણ પ્રકારની લશ્કરી ભૂલ રશિયા માટે ભારે પડી શકે છે. જોકે, યુક્રેનમાં થઈ રહેલા નુકસાન અને અંદરની તરફ વધી રહેલા ડ્રોન હુમલાઓને કારણે પુતિન પોતાની સત્તા અને રાજકીય અસ્તિત્વ બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય તેમ જણાય છે.