દેશનું પ્રથમ ખાનગી PSLV લોન્ચ માટે તૈયાર : ઇસરો ચીફ
(એજન્સી) નવી દિલ્હી તા.રપ
ઇસરોના પ્રમુખ વી. નારાયણને આજે નવી દિલ્હીમાં જણાવ્યું કે ખાનગી રીતે બનાવવામાં આવેલું પ્રથમ PSLV લોન્ચ માટે તૈયાર છે. PSLV-N1ને ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવાની તૈયારી છે. તેમણે જણાવ્યું કે ગગનયાન મિશનમાં વિલંબ થયો નથી. મિશન અંતિમ તબક્કામાં છે અને રોકેટ સહિતની બાકીની જરૂરી વસ્તુઓ તૈયાર છે. નારાયણે દિલ્હીમાં યોજાયેલી ૫મી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્પેસ કૉન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે સરકાર સ્ટાર્ટઅપ્સ સાથે મળીને સેટેલાઇટ લોન્ચિંગમાં ઝડપ લાવી રહી છે. ઇસરોના વડાએ કહ્યું- અગાઉ ઉદ્યોગની મદદથી માત્ર ઇસરો જ PSLV બનાવતું હતું. હવે L&T અને HALના કન્સોટિર્યમને પાંચ PSLV બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.


