પોતાની નજર સામે જ મગફળીમાંથી તેલ કઢાવવાનો ક્રેઝ વધ્યો
(એજન્સી) નવી દિલ્હી તા.૨૫:
ચાલુ વર્ષે મગફળીનું સારું વાવેતર થયા બાદ મગફળીના ઉત્પાદન અને તેના ઉપયોગને લઈને ખેડૂતો તેમજ સામાન્ય લોકોમાં નવી જાગૃતિ જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળીમાંથી શુદ્ધ અને ગુણવત્તાયુક્ત તેલ મેળવવા માટે લોકોમાં પરંપરાગત મીની તેલ મિલો તરફ આકર્ષણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલની શુદ્ધતા અને ગુણવત્તા અંગે લોકોમાં જાગૃતિ વધી છે. બજારમાં વિવિધ બ્રાન્ડના પેકિગ તેલ ઉપલબ્ધ હોવા છતાં અનેક પરિવારો પોતાની નજર સામે મગફળીનું તેલ કઢાવીને ઉપયોગ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેના કારણે પરંપરાગત મીની તેલ મિલોના વ્યવસાયને પ્રોત્સાહન મળી રહ્યું છે.


