ગુજરાતની ૬૬ ટકા મહિલાઓ અને પ૬ ટકા બાળકોમાં લોહીની ઉણપ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૫:
ભારતીય તબીબી સંશોધન પરિષદની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન દ્વારા જારી કરાયેલા સંપદા સર્વેક્ષણ (૨૦૨૩-૨૫)ના રિપોર્ટમાં દેશ અને ગુજરાતમાં એનીમિયાની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કિશોરીઓ (૧૦-૧૯ વર્ષ)માં ૬૧.૪%, પુખ્ત મહિલાઓ (૨૦-૫૯ વર્ષ)માં ૬૩.૮% અને પ્રજનન વયની મહિલાઓ (૧૫-૪૯ વર્ષ)માં ૬૬.૨% એનીમિયા જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની સ્થિતિ બિહાર જેવા રાજ્ય કરતા પણ ખરાબ છે. ગુજરાતથી વિપરીત કેરળમાં કિશોરીઓ, પુખ્ત મહિલાઓ અને પ્રજનન વયની મહિલાઓમાં એનીમિયાના આંકડા અનુક્રમે ૨૧.૪%, ૨૮% અને ૨૯.૧% રહ્યા છે, જે સમગ્ર દેશમાં સૌથી ઓછા છે.


