ચારધામમાં ફકત હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈનને જ પ્રવેશ
(એજન્સી) દેહરાદૂન તા.૨૮:
ગંગોત્રી મંદિર સમિતિ સાથે મળીને ઉત્તરાખંડના ચાર ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. હિન્દુઓ સાથે શીખો, જૈનો અને બૌદ્ધોને પણ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. ઉત્તરાખંડ વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે ર્નિણયને યોગ્ય ઠેરવતા કહ્યું, જે લોકોમાં શ્રદ્ધા નથી
તેમનું ત્યાં શું કામ છે
મ્દ્ભ્ઝ્ર ના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે કેદારનાથ અને બદ્રીનાથ મંદિરો પિકનિક સ્પોટ નથી, પરંતુ સનાતન પરંપરાના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્રો છે. બંધારણના અનુચ્છેદ ૨૫માં સ્પષ્ટપણે જણાવાયું છે કે શીખ, જૈન અને બૌદ્ધ સનાતન પરંપરાનો ભાગ છે. અનુચ્છેદ ૨૬ આપણને આપણી ધામિર્ક પરંપરાઓ અને પૂજા પ્રથાઓનું રક્ષણ કરવાનો અધિકાર આપે છે. આ ર્નિણય કોઈની વિરુદ્ધ નથી, પરંતુ સદીઓ જૂની શ્રદ્ધા, શિસ્ત અને શુદ્ધતાને જાળવવા માટે છે. ઉત્તરાખંડમાં હજારો સ્થળો પર્યટન માટે ખુલ્લા છે, તેથી મંદિરોની ઓળખ બદલવી એ શ્રદ્ધા સાથે અન્યાય થશે. સનાતન પરંપરામાં માનનારાઓ તેમની શ્રદ્ધા અનુસાર આગળ વધી શકે છે, પરંતુ મંદિરોની મૂળ ધામિર્ક ઓળખ સાથે સમાધાન કરી શકાતું નથી.


