વરરાજાના પરિવારે દુલ્હન પર ૮.પ કરોડ રૂપિયા ઉડાડયા : વિડીયો વાયરલ

વરરાજાના પરિવારે દુલ્હન પર ૮.પ કરોડ રૂપિયા ઉડાડયા : વિડીયો વાયરલ

(એજન્સી)          ચંડીગઢ તા.૧૯:

પંજાબના એક શાહી લગ્ને સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. આ લગ્નમાં એવું દ્રશ્ય જોવા મળ્યું છે, જેને જોઈ મહેમાનો જ નહીં, ઇન્ટરનેટ પર યુઝર્સ પણ ચોંકી ગયા છે. વરરાજાના પરિવારે દુલ્હન પર ૮.૫ કરોડ રૂપિયા રોકડા ઉડાડ્યા હતા. જેના કારણે આ લગ્ન સમારંભ જોતજોતામાં એક ભવ્ય કેશ પાર્ટી બની ગઈ હતી. -લગ્નનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અનોખા અને ચોંકાવનારા દ્રશ્ય પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ તેને લગ્નનો શાહી અંદાજ ગણાવી રહ્યા છે તો કોઈ તેને નકામો ખર્ચો ગણાવી રહ્યા છે.