દેશમાં આર્થિક સંકટના સંકેતો : એક મહિનામાં વિદેશી હુંડીયામણમાં પ૧ અબજ ડોલરનો ઘટાડો
સરકાર દ્વારા ર૬ ટકાથી વધુ વિદેશી હુંડીયામણ ગીરવે રાખી દીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ
(એજન્સી) નવી દિલ્હી તા.૧ર
મધ્યપૂર્વના યુધ્ધ સહિતના વૈશ્વિક ઘટનાક્રમોની ભારતીય તંત્રને ફટકો છે જ. આર્થિક વિકાસદર દુનિયામાં સૌથી વધુ હોવા છતાં ભારત પણ આર્થિક સંકટમાં ફસાવા લાગ્યું હોય તેમ સરકાર દ્વારા ૨૬ ટકાથી વધુનું વિદેશી હુંડિયામમ ગીરવે મુકી દીધું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શેરબજાર મૂડી માર્કેટમાં અનિશ્ચિતતા વચ્ચે વિદેશી નાણાં સંસ્થાઓએ ચાલુ વર્ષમાં ૩ લાખ કરોડથી વધુનું નાણુ પાછુ ખેંચી લીધું છે. છેલ્લા ચાર સપ્તાહમાં જ ભારતના વિદેશી હુંડિયામમમાં ૫૧ અબજ ડોલરનો ધરખમ ઘટાડો થયો છે, જ્યારે હવે એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે ભારતે ૨૬ ટકા વિદેશી હુંડિયામણ ગીરવે રાખી દીધું છે.


