રાજકોટમાં Esthé Kayakalpની બીજી બ્રાન્ચનું ભવ્ય ઉદ્ઘાટન, ત્વચા અને વાળની અદ્યતન સારવાર ક્ષેત્રે નવી શરૂઆત

રાજકોટમાં Esthé Kayakalpની બીજી બ્રાન્ચનું ભવ્ય ઉદ્ઘાટન, ત્વચા અને વાળની અદ્યતન સારવાર ક્ષેત્રે નવી શરૂઆત

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.૧ર 
ત્વચા અને વાળની સારવાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડો. પિયુષ બોરખતરિયાની Esthé Kayakalp Skin Hair Laser Clinicની બીજી બ્રાન્ચનું રાજકોટમાં તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના મેયર નેહલ શુક્લા તેમજ સૌરાષ્ટ્રના અનેક ડર્મેટોલોજિસ્ટ્સ અને તબીબી ક્ષેત્રના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. જૂનાગઢમાં સફળતાપૂર્વક પોતાની સેવાઓ આપી રહેલી Esthé Kayakalp હવે રાજકોટમાં પણ સ્કિન, હેર અને લેસર ટ્રીટમેન્ટ ક્ષેત્રે અદ્યતન સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. આધુનિક ટેકનોલોજી, નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને દર્દીઓની જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને સારવાર પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આ નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે ડો. પિયુષ બોરખતરિયાએ જણાવ્યું હતું કે, “અમારા માટે આ માત્ર બીજી બ્રાન્ચનું ઉદ્ઘાટન નથી, પરંતુ વધુ લોકો સુધી ગુણવત્તાસભર અને આધુનિક સ્કિન તથા હેર ટ્રીટમેન્ટ્સ પહોંચાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જૂનાગઢના દર્દીઓએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે, એ જ વિશ્વાસ અને સેવાની ભાવના સાથે હવે રાજકોટના લોકોને પણ શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાનો અમારો સંકલ્પ છે.” 
આ નવી શરૂઆત સાથે રાજકોટ અને આસપાસના વિસ્તારના લોકોને હવે સ્કિન અને હેર કેર માટે આધુનિક સારવાર અને નિષ્ણાત તબીબી માર્ગદર્શનનો લાભ રાજકોટમાં જ મળી રહેશે.