ભારત સરકારના સહકાર મંત્રાલયના એડીશ્નલ સેક્રેટરી પંકજકુમાર બંસલ IAS ન્યુ દિલ્હીએ ખેતી બેંક્ની શુભેચ્છા મુલાકાત લીધી

ભારત સરકારના સહકાર મંત્રાલયના એડીશ્નલ સેક્રેટરી પંકજકુમાર બંસલ  IAS ન્યુ દિલ્હીએ ખેતી બેંક્ની શુભેચ્છા મુલાકાત લીધી

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.૧૯
ખેતી બેંક, અમદાવાદના ચેરમેન ડોલરભાઈ કોટેચાના નિમંત્રણને સ્વીકારી ભારત સરકારના સહકાર મંત્રાલયના એડીશ્નલ સેક્રેટરી તથા NCDC, ન્યુ દિલ્હીના મેનેજીંગ ડિરેકટર પંકજકુમાર બંસલ-IAS ખેતી બેંકની સૌજન્ય મુલાકાતે પધારેલ. તેઓનું ખેતી બેંક્માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓની સાથે NCDC, ન્યુ દિલ્હીના ડેપ્યુટી મેનેજીંગ ડિરેકટર રોહિત ગુપ્તાજી પણ શુભેચ્છા મુલાકાત સમયે ઉપસ્થિત રહેલ. પંકજકુમાર બંસલ દ્વારા ખેતી બેંના આદ્યસ્થાપક અને આજીવન ચેરમેન ઉદયભાણસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસૂમન અર્પણ કરવામાં આવેલ. પંકજ કુમાર બંસલે ખેતી બેંકની મુલાકાત દરમ્યાન બેંકની ડિજિટલ બેંકિંગમાં થયેલી પ્રગતિકારક કામગીરી, ગુજરાતમાં સહકારી ધિરાણ માળખું મજબૂત બનાવવાના હેતુથી અમલમાં મૂકાયેલી ખેડૂતો માટેની ધિરાણ યોજનાઓની સમીક્ષા કરી. તેઓએ બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોમ્પ્યુટરાઈઝેશનની કામગીરીની પ્રશંસા કરી તથા બેંક દ્વારા પુરી પાડવામાં આવતી લાંબાગાળાની કૃષિ નાણાંકીય સુવિધાઓ વધારવાની કામગીરી અંગે પણ ચર્ચા કરી. તેઓએ બેંકની પારદર્શક વહીવટ, ટેક્નોલોજી આધારિત અભિગમ અને ગ્રામિણ વિકાસ તથા ખેડૂત સશક્તિકરણ માટેના બેંના સતત યોગદાનની પ્રશંસા કરી. તેઓની મુલાકાત અમદાવાદ ખેતી બેંક પરિવાર માટે ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત બની રહી અને “સહકારથી સમૃદ્ધિ”ના મંત્ર પ્રત્યેની બેંક્ની પ્રતિબદ્ધતાને આવકારી હતી. આ પ્રસંગે ખેતી બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.