કેનેડાએ ર૦રપમાં ર૮૦૦ ભારતીયોની હકાલપટ્ટી કરી : હજી ૬પ૧પ ભારતીયોને હાંકી કઢાશે

કેનેડાએ ર૦રપમાં ર૮૦૦ ભારતીયોની હકાલપટ્ટી કરી : હજી ૬પ૧પ ભારતીયોને હાંકી કઢાશે

(એજન્સી)        ઓટાવા તા.૧૯
કેનેડા સરકારે ૨૦૨૫ ના પ્રથમ ૧૦ મહિનામાં ૨,૮૩૧ ભારતીય નાગરિકોને દેશમાંથી હાંકી કાઢ્યા છે. આ માહિતી કેનેડિયન બોર્ડર સવિર્સિસ એજન્સી (ઝ્રમ્જીછ) ના આંકડાઓ પરથી સામે આવી છે. આંકડા મુજબ ગત વર્ષે કુલ ૧૮,૭૮૫ લોકોને કેનેડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, જેમાં ભારતીયો બીજા નંબરે છે. સૌથી વધુ ૩,૯૭૨ લોકો મેક્સિકોના હતા. એટલું જ નહીં, હાલમાં ૨૯,૫૪૨ લોકોને હાંકી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ૬,૫૧૫ ભારતીયો પણ સામેલ છે. એટલે કે, આગામી સમયમાં વધુ ભારતીયો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. કેનેડા સરકારે જણાવ્યું છે કે જે લોકોને હાંકી કાઢવામાં આવ્યા હતા, તેમાંથી ઘણા સામે ગુનાહિત કેસ હતા. પરંતુ મોટી સંખ્યા એવા લોકોની પણ હતી જેમણે શરણાર્થી દાવા સંબંધિત નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું ન હતું.