અમેરીકામાં ભારતની નિકાસ ઉપર આજથી ૧૦ ટકા વધારાની ટેરિફ લાગુ

અમેરીકામાં ભારતની નિકાસ ઉપર આજથી ૧૦ ટકા વધારાની ટેરિફ લાગુ

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૪:
આજથી ૧૫૦ દિવસ માટે અમેરિકન બજારમાં થતી ભારતીય નિકાસ પર ૧૦ ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા મોટા ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અસર માટે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, ટ્રમ્પ દ્વારા ૧૫ ટકા ટેરિફની જાહેરાત બાદ વ્યાપારી સમુદાયમાં અનિતિતા રહેલી છે, કારણ કે હજુ સુધી કોઈ ઔપચારિક આદેશ જારી કરવામાં આવ્યો નથી. ૨૧ ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર ૨૪ ફેબ્રુઆરીથી ૧૫૦ દિવસ માટે ૧૦ ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. આદેશ જારી કર્યાના થોડા કલાકો પછી, તેમણે ૧૫ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી, પરંતુ હજુ સુધી સૂચના બહાર પાડવામાં આવી નથી. આ ૧૦ ટકા ડ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સમાં હાલની મોસ્ટ ફેવર્ડ નેશન (સ્હ્લદ્ગ) ડ્યુટી ઉપરાંત હશે.