રશિયા-યુક્રેન યુધ્ધને આજે ચાર વર્ષ પૂર્ણ : લાખો લોકો માર્યા ગયા
(એજન્સી) મોસ્કો તા.૨૪:
રશિયા-યુક્રેન સંઘર્ષને ચાર વર્ષ પૂર્ણ થયા છે. મોસ્કો જેને ખાસ લશ્કરી કાર્યવાહી કહે છે તે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ શરૂ થઇ હતી. તે સમયે, વિશ્વ અપેક્ષા રાખતું હતું કે આ સંઘર્ષ બે અઠવાડિયાથી વધુ ચાલશે નહીં. જો કે, આજે, ૨૨૫ અઠવાડીયા ૧૪૬૦ દિવસ પછી, પ્રશ્નને ચાલુ છે. આ દર્શાવે છે કે પ્રારંભિક આગાહીઓ સંપૂર્ણપણે ખોટી હતી. એવું લાગતું નથી કે સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થશે. આ સંઘર્ષે બંને દેશોની ઘણી ગેરમાન્યતાઓને ઉજાગર કરી. એક સમયે અજેય ગણાતી રશિયન સેનાની ધારણા ચકનાચૂર થઈ ગઈ. આ સંઘર્ષે યુરોપની સુરક્ષા વ્યવસ્થા અને વૈશ્વિક શક્તિ સંતુલનને બદલી નાખ્યું. યુએસ અને યુરોપ વચ્ચે ટ્રાન્સએટલાન્ટિક સંબંધોમાં પણ તણાવ જોવા મળ્યો છે. એકંદરે, આ સંઘર્ષ હવે ફક્ત બે દેશો વચ્ચેનું યુદ્ધ નથી રહ્યો; તેણે વૈશ્વિક રાજકારણ અને લશ્કરી શક્તિની વાસ્તવિકતાને એક નવી રીતે ઉજાગર કરી છે. આ સંઘર્ષમાં નોંધપાત્ર જાનહાનિ થઈ છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને બ્રિટિશ સાપ્તાહિક જર્નલ ધ ઇકોનોમિસ્ટનો અંદાજ છે કે આ સંઘર્ષમાં આશરે ૧૮ લાખ લોકો માર્યા ગયા છે, જેમાં ૧૨ લાખ રશિયનો સમાવેશ થાય છે. આ સ્ટડીઝે એ જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ પણ શક્તિશાળી દેશને આટલું લશ્કરી નુકસાન થયું નથી. અહેવાલમાં જણાવાયું છે કે જો આ આંકડા સાચા હોય, તો આ ૧૯૪૫ થી અમેરિકા દ્વારા લડાયેલા તમામ યુદ્ધોમાં માર્યા ગયેલા અમેરિકન સૈનિકોની સંખ્યા કરતા લગભગ ત્રણ ગણી છે.


