ટ્રમ્પને ફરી સુરાતન ચડયું : ભારત સહિત ૫ દેશ પર ૧૦૦ ટકા ટેરિફનો હથોડો ઝીંકશે

ટ્રમ્પને ફરી સુરાતન ચડયું : ભારત સહિત ૫ દેશ પર ૧૦૦ ટકા ટેરિફનો હથોડો ઝીંકશે

(એજન્સી)       વોશિંગ્ટન,તા.૮:
અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ હવે જાહેર થઈ ગયો છે. અમેરિકાએ રશિયા અને તેના સાથી દેશોને તોડવા માટે એક શક્તિશાળી આક્રમણ શરૂ કર્યું છે. અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર પોતાની પકડ મજબૂત કરવા જઈ રહ્યું છે. અમેરિકન સેનેટે રશિયા બિલ પસાર કર્યું છે. આનો અર્થ એ થયો કે રશિયા સામે મોટા પ્રતિબંધો લાદતા બિલને અમેરિકન સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બિલ ૧૦૦% ટેરિફ લાદવાની જોગવાઈ કરે છે. આ બિલ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસ ખરીદતા દેશો પર ભારે ટેરિફ લાદવાનો માર્ગ મોકળો કરે છે. ભારત આ દેશોમાંનો એક છે. એકંદરે, અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારત પર પણ પડી શકે છે. અમેરિકાના આ પગલાને સમજવાથી ખ્યાલ આવે છે કે ભારતને રશિયા સાથેની મિત્રતાની કિમત ચૂકવવી પડી શકે છે.
પહેલા, ચાલો સમજીએ કે યુએસ સેનેટમાં શું થયું. શુક્રવારે, યુએસ સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદતો એક મુખ્ય બિલ પસાર કર્યો. આ બિલને લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ કહેવામાં આવે છે. સેનેટે તેને ૮૬-૧૧ મતથી પસાર કર્યો. આ બિલમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની જોગવાઈ છે.