હારને પગલે ભૂરાયા થયેલા ટ્રમ્પે ઈરાનને ખંડેરમાં ફેરવી દેવાની ધમકી આપી
(એજન્સી) વોશિંગ્ટન, તા. ૬ :
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વધુ વિનાશક લશ્કરી કાર્યવાહી કરવાની ચેતવણી આપતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અત્યાર સુધીના યુદ્ધથી ઈરાનને એટલું નુકસાન થયું છે કે દેશને ફરી બેઠો થતાં ૨૫ વર્ષ લાગી શકે છે. અમેરિકા આગામી લશ્કરી કાર્યવાહી અંગે ટૂંક સમયમાં ર્નિણય કરશે.
ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઈરાન સામે વધુ આક્રમક કાર્યવાહી કરવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શક્ય હોય તો તેઓ ઈરાનના બાકીના ભાગનો વિનાશ કરવા ઇચ્છતા નથી, પરંતુ જરૂર પડશે તો એવું પગલું પણ ભરવું પડી શકે છે. આ અંગેનો ર્નિણય ટૂંક સમયમાં જાહેર થશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની લશ્કરી કાર્યવાહી અને નાકાબંધીથી ઈરાનને ભારે નુકસાન થયું છે. તેમના અંદાજ મુજબ દેશના પુનનિર્ર્માણમાં ૨૫ વર્ષ લાગી શકે છે. જોકે આ સમયગાળો ટ્રમ્પનો પોતાનો અંદાજ છે, સ્વતંત્ર રીતે પ્રમાણિત આંકડો નથી.


