વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી મચી
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૭
વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ વેરાવળ-જૂનાગઢ હાઈવે પર જયવર્ધન પેટ્રોલ પંપ નજીક પાર્ક કરેલા ટ્રકની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જાેકે, ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી ટ્રકને પેટ્રોલ પંપથી થોડો આગળ ખસેડી લીધો ઘટનાની જાણ થતાં વેરાવળ ફાયર વિભાગના ડી.સી.ઓ. હરપાલસિંહ ખેર અને ફાયરમેન કેતન વાળા સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. ડ્રાઇવરની સમયસૂચકતા અને ફાયર ટીમની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.


