ગુજરાતમાં રાહદારીઓની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા : રસ્તાની બન્ને બાજુ ફુટપાથ ફરજીયાત

ગુજરાતમાં રાહદારીઓની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા : રસ્તાની બન્ને બાજુ ફુટપાથ ફરજીયાત

ગાંધીનગર તા.૨૮:
ગુજરાતમાં હવે રસ્તા બનાવતી વખતે કારની અવરજવર કરતાં રાહદારીઓની સલામતી અને સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યના શહેરી વિકાસ વિભાગની નવી ગાઇડલાઇન્સ મુજબ, રસ્તાનો ઉપયોગ કરતા લોકોની પાંચ શ્રેણી બનાવવામાં આવી છે, જેમાં રાહદારીઓ પ્રથમ ક્રમે અને ખાનગી કારમાલિકો પાંચમા ક્રમે છે. દરેક શહેરી રસ્તાની બંને બાજુ ફૂટપાથ ફરજિયાત રહેશે અને એન્જીનિયરો પોતાની રીતે ફૂટપાથ રદ કરી શકશે નહીં. રસ્તા પર ચાલવા માટેનો ભાગ સતત અને અવરોધમુક્ત રાખવો પડશે. આ ફરજિયાત માર્ગદશિર્કા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યની તમામ ૧૬૯ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને લાગુ પડશે. વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની તૈયારી અને ૨૦૩૬ની ઓલિમ્પિક્સ માટે દાવેદારીની તૈયારી વચ્ચે શહેરી રસ્તાઓ માટેના નિયમો નક્કી કર્યા છે.