વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસીમાં એમએલસીની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિજેતા
વારાણસી,તા.૨૮:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં યુપી એમએલસી ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. સમાજવાદી પાર્ટીએ શિક્ષક એમએલસી બેઠક જીતી લીધી છે. અને ગ્રેજ્યુએટ બેઠક પર પણ સપા ભાજપથી આગળ છે. પાછલી ચૂંટણીમાં પણ સપાએ ભાજપને હરાવીને બંને બેઠકો જીતી હતી. સપાએ તેના ઉમેદવારોને પુનરાવતિર્ત કર્યા હતા. શિક્ષક બેઠક પર, સપાના લાલ બિહારી યાદવે ભાજપના પ્રમોદ કુમાર મિશ્રાને ચાર હજારથી વધુ પ્રથમ પસંદગીના મતોથી હરાવ્યા.
સપાના લાલ બિહારી યાદવે બીજી વખત વિધાન પરિષદની વારાણસી બ્લોક ટીચર્સ સીટ જીતી. તેમણે તેમના નજીકના હરીફ, ભાજપના ડો.પ્રમોદ મિશ્રાને ૫,૦૧૫ મતોથી હરાવ્યા. ડો.પ્રમોદ મિશ્રાને કુલ ૬,૫૯૭ મત મળ્યા, જ્યારે લાલ બિહારીને ૧૧,૬૧૨ મત મળ્યા. સપાએ આ જીતની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી રહી છે.


