શેરબજારમાં સતત મંદીના ડાકલા સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનો ઘટાડો
મુંબઈ તા.ર૮
શેર બજારમાં સતત મંદીનું મોજુ ફરી વળ્યું છે. સેન્સેક્સમાં લગભગ ૧,૦૦૦ પૉઇન્ટનો ઘટાડો થતાં તે ૭૨,૬૦૦ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ ૨૫૦ પૉઇન્ટનો ઘટાડો છે અને તે ૨૨,૫૦૦ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. એનર્જી, IT અને FMCG શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી રહી છે. એનર્જી, IT અને FMCG સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે, જેની સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટી પર પડી છે.
વિશ્વભરમાં તણાવને કારણે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ ૧૧૫ ડૉલરને વટાવી ગઈ છે. ભારતમાં તેલ મોંઘું થવાથી મોંઘવારી અને કંપનીઓનો ખર્ચ વધવાનો ભય રહે છે, જેના કારણે રોકાણકારો ગભરાયેલા છે.


