કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમ્યાન દુર્ઘટના શોભાયાત્રામાં ટ્રક ઘુસી જતાં ૯ના મોત-ર૦ ઘાયલ
(એજન્સી) બેંગ્લોર તા.૧૩
રાત્રે કર્ણાટકના હસન જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા લોકોને એક ટ્રકે કચડી નાખ્યા હતા. જેમાં ૯ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા છે. આ ઘટના મોસાલે હોસાહલ્લી ગામમાં ગત રાત્રે લગભગ ૮.૪૫ વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મોટાભાગના નાના છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ટ્રક અરકલગુડુથી આવી રહી હતી. સરઘસ નજીક પહોંચતાની સાથે જ ટ્રકે કાબુ ગુમાવ્યો અને ભીડ પર ચડી ગઈ, લોકો ટ્રકના પૈડા નીચે ચગદાઈ ગયા હતા.


