આજે ૭મા દિવસે પણ ઈન્ડિગોની ર૦૦થી વધુ ફલાઈટ રદ્દ : ૬ દિવસમાં ૪૦૦૦ ફલાઈટ રદ્દ થઈ

ઈન્ડિગો સામે ભારે દંડ લાદવામાં આવી શકે : નિયમોના ઉલ્લંઘનની તપાસ શરૂ

આજે ૭મા દિવસે પણ ઈન્ડિગોની ર૦૦થી વધુ ફલાઈટ રદ્દ : ૬ દિવસમાં ૪૦૦૦ ફલાઈટ રદ્દ થઈ

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૮
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ સેવાઓ આજે પણ પાટા પર પાછી ફરી શકી નથી. દિલ્હી, શ્રીનગર, હૈદરાબાદ, બેંગલુરુ એરપોર્ટ પરથી સવારે ૯ વાગ્યા સુધીમાં ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
એક દિવસ પહેલા પણ એરલાઇને ૬૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. જોકે, કંપનીએ ૨,૩૦૦ દૈનિક ફ્લાઇટ્સમાંથી ૧,૬૫૦નું સંચાલન કરવાનો દાવો કર્યો છે. જો ઉડ્ડયન નિયમનકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડ્ઢય્ઝ્રછ) એવું તારણ કાઢે છે કે ઇન્ડિગો સુધારેલા પાઇલટ ડ્યુટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે અને જાણી જોઈને તેના રોસ્ટરમાં સ્ટાફ ઓછો કર્યો છે, તો બજેટ કેરિયરને અત્યાર સુધીની સૌથી કડક નિયમનકારી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે
ગાંધી લો એસોસિએટ્સના ભાગીદાર રાહિલ પટેલે જણાવ્યું હતું કે, જો ડ્ઢય્ઝ્રછ એવું તારણ કાઢે છે કે એરલાઇન્સે ઇરાદાપૂર્વક ફરજિયાત સલામતી-સંબંધિત રોસ્ટર ફેરફારોમાં વિલંબ કર્યો છે, તો પરિણામો વધુ ગંભીર હોઈ શકે છે. સુધારેલા હ્લડ્ઢ્ન્ (ફલાઇટ ડ્યુટી સમય મર્યાદા નિયમો) ૧ નવેમ્બરના રોજ તેના બીજા અને અંતિમ તબક્કામાં પ્રવેશ્યા, જેમાં જુલાઈમાં લાગુ થનારી સાત જોગવાઈઓ અમલમાં આવી છે.
ઇન્ડિગોએ તાજેતરના ફ્લાઇટ સંકટ દરમિયાન રૂા.૬૧૦ કરોડના રિફંડ પ્રોસેસ કર્યા છે. આ સાથે જ ૩,૦૦૦ મુસાફરોનો સામાન પાછો પહોંચાડી દીધો છે.
સરકારે ૧ દિવસ પહેલા જ રિફંડ રવિવાર સાંજ ૮ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા અને અલગ થયેલો સામાન ૪૮ કલાકમાં મુસાફરોને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.