અયોધ્યા તો માત્ર શરૂઆત છે - હવે અમારૂ લક્ષ્ય કાશી-મથુરા : યોગી આદિત્યનાથ

અયોધ્યા તો માત્ર શરૂઆત છે - હવે અમારૂ લક્ષ્ય કાશી-મથુરા : યોગી આદિત્યનાથ

(એજન્સી)          લખનૌ,તા.૦૮:
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ હવે કાશી અને મથુરા અંગે સૂચક અને આક્રમક નિવેદન આપીને દેશના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. બાબરી માળખાના ધ્વંસની વરસી એટલે કે ૬ ડિસેમ્બરના રોજ તેમણે સ્પષ્ટ કર્યું કે અયોધ્યા બાદ હવે કાશી વિશ્વનાથ અને મથુરા કૃષ્ણ જન્મભૂમિ જેવા ધામિર્ક સ્થળોના વિવાદોનો પણ તાકિર્ક ઉકેલ આવશે. તેમણે ૬ ડિસેમ્બરને ગુલામીના પ્રતીક અને કલંકમાંથી મુક્તિનો દિવસ ગણાવ્યો છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરા અને કાશી અંગે પોતાની સરકાર અને વિચારધારાનું વલણ સ્પષ્ટ કર્યું છે. એક મીડિયા કાર્યક્રમમાં વાત કરતા સીએમ યોગીએ સંકેત આપ્યો કે સનાતન ધર્મના આ પવિત્ર સ્થળોનો પુન:ઉદ્ધાર નિશ્ચિત છે.