જૂનાગઢના વંથલી-સોમનાથ હાઈવે નજીક ઓઝત નદીના પુલ પાસે યુવકની તરતી લાશ મળી
જૂનાગઢ જીલ્લાના વંથલી-સોમનાથ હાઇવે નજીક ઓઝત નદીના પટમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવાન જૂનાગઢની કેયુર વાજા હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકની લાશ નદીના પાણીમાં તરતી હોવાની જાણ થતા જ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળાની પુલ પર ભીડ ઉમટી પડી હતી.


