વ્યાજખોરીને ડામવા જૂનાગઢ પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો

વ્યાજખોરીને ડામવા જૂનાગઢ પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.13
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર વ્યાજખોરીના દુષણને ડામમાં આવા વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અવાર નવાર સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવતું હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો ઉપર વોંચ રાખી અને વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલ ભોગબનનાર ફરીયાદીઓને વ્યાજખોરીના ચક્રમાંથી બહાર લાવવા કડક કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હોય જેના ભાગરૂપે તા.12-4-2026ના રોજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં જૂનાગઢ પોલીસ હેડ ક્વાટર ડી.ટી.સી. હોલ ખાતે જૂનાગઢ શહેરી વિસ્તારના લોકો માટે વ્યાજખોરો વિરૂધ્ધની ફરીયાદોના નિવારણ માટે ખાસ લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ શહેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા તથા જૂનાગઢ શહેરના એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.એસ.કે.દેસાઇ તથા બી.ડીવી.ના પો.ઇન્સ. એ.બી.ચૌધરી તથા સી.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. પી.પી.ઝા તથા ભવનાથ પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.કે.હુંબલ વિગેરે પોલીસ અધિકારી તથા કર્મચારીઓ હાજર રહેલ અને જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારના આશરે 70 થી 80 જેટલા લોકો હાજર રહેલ હતા. જેમાં જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓ દ્વારા લોક સંવાદ કાર્યક્રમમાં હાજર રહેલ લોકોને ગેરકાયદેસર વ્યાજખોરીની ચુંગાલમાં નહી ફસાવા અને આવા વ્યાજખોરીના ચક્ર ફસાયેલ લોકો દ્વારા ઘણી વખત કોઇ અઘટીત પગલુ ભરી લેવાના બનાવો બનતા હોય જેથી લોકોએ જાગૃત થઇ અને આવા કોઇ વ્યાજખોરીમાં ફસાયેલ વ્યક્તિ કોઇ ડર કે પોતાની આબરૂ શાખના લીધે વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ કરવા આગળ આવતા ન હોય તેઓને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસને માહીતી આપવા જણાવેલ હતુ. તેમજ પોલીસ અધિક્ષક દ્વારા હાજર નાગરિકોને સરકારની વિવિધ લોન યોજનાઓ અને નાણાંકીય સહાયની વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની ધમકી, દબાણ અથવા હેરાનગતિ થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. "પોલીસ આપની મદદ માટે હંમેશા તૈયાર છે.” તેવી માહિતી લોકોને આપવામાં આવેલ હતી.
લોક સંવાદ કાર્યક્રમમાં હાજર રહેલ લોકો પૈકી એ.ડિવિઝન, બી.ડિવિઝન, સી.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ-12 અરજદારોએ પોતાની રજુઆત કરેલ હતી. જે અરજદારોની રજુઆતો પોલીસ અધિક્ષકનાઓ દ્વારા ધ્યાન પુર્વક સાંભળેલ અને તેઓની રજુઆતો અનુસંધાને આરોપી વિરૂધ્ધ ત્વરીત જરૂરી પુરાવાઓ એકત્રીત કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.