'હું મારું ફોડી લઈશ, તમારે સમય બગાડવાની જરૂર નથી' છૂટાછેડા વિવાદ પર વિજય થલાપતિની પહેલી પ્રતિક્રિયા
થલાપતિ વિજય તાજેતરમાં ચેન્નઈમાં પોતાની પોલિટિકલ પાર્ટી 'તમિલગા વેત્રી કડગમ'ના મહિલા દિવસ કાર્યક્રમમાં સામેલ થયો હતો
મુંબઈ, તા.૯
સાઉથ એક્ટર અને રાજનેતા થલાપતિ વિજય આ દિવસોમાં છૂટાછેડાને કારણે વિવાદોમાં છે. તેની પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેત્તર સંબંધ)નો આરોપ લગાવતા છૂટાછેડાની અરજી આપી છે અને હવે એલિમોની (ભરણપોષણ)ની પણ ચર્ચા છે. આ દરમિયાન એક્ટરે પહેલીવાર આ સમગ્ર વિવાદ પર જાહેરમાં વાત કરી છે. તેણે ચાહકોને કહ્યું છે કે, તેના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તે પોતે જ ઉકેલી લેશે, તેમાં સમય બગાડવાની જરૂર નથી.થલાપતિ વિજય તાજેતરમાં ચેન્નઈમાં પોતાની પોલિટિકલ પાર્ટી 'તમિલગા વેત્રી કડગમ'ના મહિલા દિવસ કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ દરમિયાન તેણે ત્યાં હાજર તમામ ચાહકોને સંબોધિત કરતા છૂટાછેડાના વિવાદ પર કહ્યું, 'તાજેતરમાં મારી આસપાસ જે સમસ્યાઓ ચાલી રહી છે, કૃપા કરીને તેની ચિંતા ન કરો. તે વાતો તમારા સમયને લાયક નથી. હું તેમને પોતે જ સંભાળી લઈશ.'એક્ટરે આગળ કહ્યું, 'મને સૌથી વધુ દુ:ખ ત્યારે થાય છે, જ્યારે હું જાેઉં છું કે મારા કારણે તમે ઉદાસ કે પરેશાન થઈ જાઓ છો. કૃપા કરીને મારી સમસ્યાઓનો બોજ પોતાના પર ન લો.'થલાપતિ વિજયની પત્ની સંગીતા સોરનાલિંગમે તાજેતરમાં છૂટાછેડા માટે અરજી કરી છે. તેણે આરોપ લગાવ્યા છે કે, વિજયનો લગ્નેતર સંબંધ ચાલી રહ્યો છે, જે તેમના છૂટાછેડાનું કારણ છે.થલાપતિ વિજયનું નામ લાંબા સમયથી સાઉથ એક્ટ્રેસ ત્રિશા સાથે જાેડાઈ રહ્યું છે. છૂટાછેડાના સમાચારો સામે આવ્યા પછી વિજય, ત્રિશા સાથે એક લગ્નમાં પહોંચ્યા. બંનેએ સાથે એન્ટ્રી લીધી અને સાથે તસવીરો ક્લિક કરાવી, જેનાથી તેમના રિલેશનશિપના સમાચારો વધુ વધી ગયા છે.ત્રિશા સાથે અફેરની ચર્ચાએ જાેર પકડતા જ વિજયના બોડીગાર્ડ અરુણ સુરેશે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ કરી છે. આ પોસ્ટને લોકો વિજય અને ત્રિશા સાથે જાેડી રહ્યા છે.વિજયના બોડીગાર્ડ અરુણ સુરેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને લખ્યું હતું કે, 'હવે અફવાઓથી ઉપર ઉઠવાનો સમય આવી ગયો છે.' સાથે જ તેણે ફાયર ઇમોજી પણ લગાવ્યું હતું. જાેકે, થોડી વાર પછી તેણે આ સ્ટોરી ડિલીટ કરી દીધી હતી.વિજય અને સંગીતાની પહેલી મુલાકાત ૧૯૯૦ના દાયકાના અંતમાં થઈ હતી. સંગીતા તે સમયે યુકેમાં રહેતી હતી અને વિજયની મોટી ચાહક હતી. એવું કહેવાય છે કે તે તેની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ચેન્નાઈ આવી હતી અને તેને સેટ પર મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન, સંગીતાએ વિજયને કહ્યું કે તે તેની ફિલ્મોની નિયમિત દર્શક છે. આ વાતચીત ધીમે ધીમે મિત્રતામાં પરિણમી. બાદમાં, બંને પરિવારોની સંમતિથી, સંબંધ આગળ વધ્યો, અને તેઓએ ૨૫ ઓગસ્ટ, ૧૯૯૯ ના રોજ લગ્ન કર્યા. લગ્ન પછી, સંગીતા મોટે ભાગે લાઈમલાઈટથી દૂર રહેતી હતી, પરંતુ કૌટુંબિક અને જાહેર કાર્યક્રમોમાં વિજય સાથે જાેવા મળી છે. આ દંપતીને બે બાળકો છે. પુત્ર જેસન સંજય અને પુત્રી દિવ્ય સાશા.


