આરોપીને જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયા પોસ્ટ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને તમામ રાજયોને નોટિસ ફટકારી
નવી દિલ્હી તા.૧૮
આરોપીઓને જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયા પર વિવાદિત કન્ટેન્ટ પોસ્ટ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની સુનાવણી હાથ ધરી છે. કોર્ટે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારી ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હોવા છતાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મુદ્દે જવાબ માંગ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર મુકાતા વિવાદિત કન્ટેન્ટને દૂર કરવા માટેની વ્યવસ્થા અને યોજના અંગે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે.


