જુગાર દરમ્યાન ભાગોની બુમ પડતા ત્રણ યુવાનો કુવામાં પડયા : ત્રણેયના મોત

ભાવનગર જીલ્લામાં ઉખલા ગામની વાડી વિસ્તારમાં ગત રાત્રે બનેલી ઘટના

જુગાર દરમ્યાન ભાગોની બુમ પડતા ત્રણ યુવાનો કુવામાં પડયા : ત્રણેયના મોત

ભાવનગર તા.૧૮
ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગંભીર ઘટના બની છે. ઉખલા ગામના વાડી વિસ્તારમાં ત્રણ યુવક કૂવામાં પડી જતા ત્રણેયનાં મોત થયા છે. વાડી વિસ્તારમાં ૧૧ લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન ભાગોની બૂમ પડતા જ દોડેલા ત્રણ યુવક કૂવામાં પડ્યા હતા અને તમામના મૃત્યુ થયા છે. મૃતકમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી બને અજીતસિંહનો સમાવેશ થાય છે. બનાવના પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સરટી હોસ્પિટલ પહોંચ્યા છે.
વરતેજ પોલીસ સ્ટેશનના PSIએ જણાવ્યું હતું કે, ઘોઘા તાલુકાના ઉખલા ગામે ગત રાત્રે વાડીમાં અમૂક માણસો ભેગા થયેલા હતા. સવારે ફોનથી માહિતી મળી હતી કે એક વાડીમાં લાશ પડી છે. તાત્કાલિકપોલીસની ટીમ પહોંચી હતી. જ્યાંથી એક બાદ એક ત્રણ લાશ મળી આવી હતી. તમામ મૃતદેહને સરટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. જુગાર રમતા સમયે રેડ કરી હોવાના પરિવારના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે, ના એવું કંઈ ધ્યાનમાં નથી આવી કે પોલીસે રેડ કરી હોય. કોઈ ગયું જ નથી અને શું માટે ભેગા થયા હતા તે હાલ તપાસનો વિષય છે.