વિસાવદરનાં ખાંભા ગીર ગામનાં પાટીયા નજીક બીટ ગાર્ડ સાથે ગાળાગાળી કરી ધમકી આપી : પોલીસ ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૬
વિસાવદરના ખાંભાગીર ગામના પાટીયા નજીક બીટ ગાર્ડ સાથે ગાળાગાળી કરી બટકુ ભરી જ્ઞાતિ પરત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ વિસાવદર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિસાવદર પોલીસ મથકે સાગરભાઈ ભરતભાઈ પરમારએ રાજુભાઈ દાદુભાઈ મકરાણી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જાહેર સરકારી નોકર હોય (ફોરેસ્ટ વિભાગમાં બીટ ગાર્ડ) તરીકે નોકરી કરતા હોય પોતાના હેડ કવાર્ટર થી મેંદરડા રેન્જમાં આર.આર.ટી.પેટ્રોલીંગમાં નીકળેલ સધાતાર નાકા પહોંચતા સામેથી આરોપી મોટર સાયકલ લઈ આવતા ફરીયાદી એ બેટરી કરી આરોપીને પુછતા કયા જવુ છે તેવુ પુછતા આરોપી એક કહેલ કે હુ તને ઓળખુ છુ તુ જંગલ ખાતા માં હોય તો શું થયુ તમે કહી ગાળો બોલતા ફરીયાદી એ ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશકેરાઈ જઈ ફરીયાદી ને લાકડી વતી સાથળના ભાગે માર મારી જમણા હાથમાં તથા જમણા પગના સાથળમાં બટકુ ભરી લઇ ફરીયાદીના યુનીફોર્મ પકડી ખેંચી બટન તોડી નાખી જ્ઞાતી પ્રત્યે અપમાનીત શબ્દો, ગાળો મારી નાખવાની ધમકી આપી ક્રાયદેસર ની ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


