કેશોદનાં વેપારી સાથે રૂા.૧ર,૯ર,પ૦૦ની છેતરપીંડી સબબ ૩ સામે ફરીયાદ

કેશોદનાં વેપારી સાથે રૂા.૧ર,૯ર,પ૦૦ની છેતરપીંડી સબબ ૩ સામે ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૭
કેશોદના વેપારીને વિશ્વાસમાં લઈ ઓઈલ મીલના ત્રણ સંચાલકોએ સીંગદાણાનો માલ ખરીદી કરી રૂપિયા નહી ચુકવી રૂા.૧ર,૯ર,પ૦૦ની છેતરપીંડી કર્યાનો બનાવ કેશોદ પોલીસ મથકે નોંધાયો છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનસાર કેશોદ પોલીસ મથકે કીરીટભાઈ ગોપાલભાઈ સાવલીયાએ જેરામ નથુ ગામી, ભરત જેરામ ગામી, પંકજ કાંતી ગામી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ રણછોડ ઓઈલ મીલન સંચાલકો હોય અને ફરીયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી અલગ અલગ તારીખોમાં સીંગદાણાનો માલ ખરીદી રૂા.૧ર,૯ર,પ૦૦ નહી ચુકવી છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.