બાયોલોજીમાં અભ્યાસ કરતી માંડણપરાની યુવતિએ નબળું રીઝલ્ટ આવતાં ઘઉંમાં નાખવાની ટીકડા પીતા મોત

બાયોલોજીમાં અભ્યાસ કરતી માંડણપરાની યુવતિએ નબળું રીઝલ્ટ આવતાં ઘઉંમાં નાખવાની ટીકડા પીતા મોત

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૭
બીલખાના માંડણપરા ગામે રહેતી યુવતીને રીઝલ્ટ નબળુ આવ્યાનું લાગી આવતા ઘઉંમાં નાખવાના ટીકડા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજયાનો બનાવ બીલખા પોલીસ મથકે નોંધાયો છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બીલખા પોલીસ મથકે મનસુખભાઈ પોપટભાઈ મકવાણાએ જાહેર કરેલ કે પોતાની મૃતક પુત્રી ખુશાલીબેન મનસુખભાઈ મકવાણા (ઉ.વ.ર૦) બાયોલોજીમાં અભ્યાસ કરતી હોય અને તેને ડોકટર બનવું હોય અને તેને રીઝલ્ટમાં એટીકેટી આવતા લાગી આવતા પોતાની મેળે ઘઉંમાં નાખવાના ટીકડા પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ થતાં અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા બીલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.