કેશોદનાં રંગપુર નજીક છકડો રીક્ષા ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા અકસ્માત : બે વ્યકિતના મોત

કેશોદનાં રંગપુર નજીક છકડો રીક્ષા ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા અકસ્માત : બે વ્યકિતના મોત

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૭
કેશોદના રંગપુર ગામ નજીક છકડો રીક્ષા ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા બેના મોત નિપજયાનો બનાવ કેશોદ પોલીસ મથકે નોંધાયો છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેશોદ પોલીસ મથકે રમેશભાઈ ઉર્ફે મુન્નો ગોરધન પરમારે છકડો રીક્ષા નં.જીટીએકસ ર૩ર૦ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના ભાઈ ભરતભાઈ ગોરધનભાઈ પરમાર પોતાના કબ્જા હવાલાની મો.સા. રજી નં. જી જે ૧૧ સી સી ૭૭૯૬ ની લઈને તેમના સબંધી વીનુભાઈ સવજીભાઈ વાઘેલાને કાલવાણી ગામેથી રંગપુર ગામે મુકવા જતા હતા ત્યારે આ કામના આરોપીએ પોતાના કબ્જા હવાલાવાળી છકડો રીક્ષા જેના રજી.નં. જી ટી એક્ષ ૨૩૨૦ વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે માનવ જીંદગી જોખામાય તે રીતે બેદરકારીથી ચલાવી ફરીયાદીના ભાઈની મોટર સાયકલને હડફેટે લેતા ફરીયાદીના ભાઈ અને મોટર સાયકલમાં પાછળ બેસેલ વિનુભાઈ વાઘેલાને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમ્યાન બંનેના મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.