આજે ચાર રાજ્યોની પેટા ચૂંટણીનું મતદાન બંગાળમાંથી ધારાસભ્ય હુમાયુ કબીરની ધરપકડ
કલકત્તા તા.૦૬
દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં ૬ બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે.
આમાં પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર, તમિલનાડુની મદુરંતકમ અને ધારાપુરમ, પુડુચેરીની થટ્ટાનચાવડી વિધાનસભા બેઠક અને આસામની નગાંવ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તમામ બેઠકોનાં પરિણામો ૯ ઓક્ટોબરે જાહેર થશે.
આ દરમ્યાન મંગળવારે આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના પ્રમુખ અને ધારાસભ્ય હુમાયું કબીરને બંગાળના મુશિર્દાબાદમાં તેમની પાર્ટી કચેરીમાંથી
પોલીસે કસ્ટડીમાં લીધા છે.
પોલીસે હજુ સુધી કસ્ટડીમાં લેવાનું કારણ જણાવ્યું નથી. તેમના પુત્ર ગુલામ નબી આઝાદ પણ રેજીનગરથી ઉમેદવાર છે. આ દરમ્યાન, મીડિયાથી વાત કરતાં નંદીગ્રામના કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાને આરોપ લગાવ્યો છે કે તેમના પોલિંગ એજન્ટોને બળજબરીથી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે અને તેમના દસ્તાવેજો પણ છીનવી લેવામાં આવ્યા છે.


