હૈદરાબાદ હાઉસ ખાતે મોદી-પુતીન શીખર મંત્રણા ભારત-રશિયા મૈત્રીના નવા યુગનો પ્રારંભ
રાષ્ટ્રપતિ ભવન ખાતે પુતીનનું ભવ્ય સ્વાગત : ર૧ તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર અપાયું
(એજન્સી) નવી દિલ્હી, તા.૫:
આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ભારત પ્રવાસ તેમના ઔપચારિક સ્વાગતનો બીજો દિવસ છે. પુતિન સવારે ૧૧ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામા આવ્યુ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં ૨૧ તોપોની સલામી સાથે સ્વાગત કરવામાં આવ્યા બાદ ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું. ત્યારબાદ પુતીન રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પુતીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ તેઓએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ હૈદરાબાદ હાઉસ રવાના થયા હતા. જ્યાં ૨૩મી ભારત-રશિયા શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો અને રાજદ્વારી ચર્ચાઓ કરશે. ભૂ-રાજકીય ફેરફારો વચ્ચે, પુતિનની મુલાકાત ભારત-રશિયા સંબંધોના મહત્વને પ્રકાશિત કરે છે, બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માંગે છે.
ભારતની મુલાકાતના પહેલા જ દિવસે, પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો કે બંને દેશો વચ્ચેનો સંબંધ ફક્ત રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત દરમિયાન કહ્યું કે ભારત ન્યૂટ્રલ નથી. ભારત શાંતિના પક્ષમાં છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાને ફરી એકવાર શાંતિની જરૂર છે.
ભારત શાંતિના દરેક પ્રયાસનું સમર્થન કરે છે. પુતિન અને મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મિટિંગ શરૂ થઈ ગઈ છે. બંને નેતા થોડી વારમાં ૨૩મી ભારત-રશિયા સમિટમાં સામેલ થશે. ભારત-રશિયા વચ્ચે ૨૫થી વધુ સમજૂતીઓ પર મહોર લાગી શકે છે.


