ઉનાનાં ખજુદ્રા ગામે જુગાર રમતા છ ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.૧૧
ઉનાના પીઆઈ નિલેશભાઈ બી.ચૌહાણની સૂચનાથી એ. એસ. આઈ. શાંતિભાઈ વેલાભાઈ મકવાણા, જાેરૂભા નારણભાઈ મકવાણા હરપાલસિંહ મહાવીરસિંહ ચુડાસમાં, ભાવસિંહ ગોવિંદભાઈ પરમાર, અનિલભાઈ ભૂપતભાઈ જાદવ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઉના તાલુકાના ખજુદ્રા ગામમાં પ્લોટ વિસ્તારમાં સાયકલોન સેન્ટર તરફ જતા રોડ ઉપર ખુલ્લામાં અમુક લોકો રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોય રેડ પાડતા જાહેરમાં તીન પતિનો જુગાર રમતા કાળુ ઉકાભાઈ ચૌહાણ, રમેશ રામભાઈ શિયાળ, મનુ ઉકાભાઈ ચૌહાણ, બાલુ બોઘાભાઈ સોલંકી, મુકેશ રામભાઈ બાંભણિયાને રોકડા રૂા. ૬૪૩૬૦ સાથે પકડી લીધા હતા.


