ર૩ વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીએ કેશોદથી પકડી ઉના પોલીસને સોંપ્યો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.ર૧
ઉના પોલીસ સ્ટેશનમાં ગત તા.૨૫-૧૧-૨૦૦૩ના રોજ ચોરીનો ગુનો દાખલ થયો હતો. જેનો આરોપી રામજીભાઈ ઉર્ફે રામા ટાભાભાઇ ગોહિલ રે.કોબ તા.ઊના વાળો ૨૩ વર્ષથી નાસતોફરતો હતો. નાસતાફરતા આરોપીઓને પકડવા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી એસઓજી બ્રાન્ચના પીઆઇ કે.જી. મોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જી. ચૂડાસમા, બી.ડી. માવદીયા, હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી વિગેરે સ્ટાફએ હ્યુમન સોર્સથી બાતમી મેળવી હતી કે આરોપી કેશોદ ગામે હોય સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ જઈ એક આધેડની પૂછપરછ કરતા તેમણે તેમનું નામ રામજીભાઈ ઉર્ફે રામા ટાભાભાઇ ગોહિલ રે.કોબ તા.ઊનાની ઓળખ આપી હતી. પોલીસે તેની અટક કરી ઉના પોલીસને સોંપેલ હતો અને ૨૩ વર્ષથી ચોરીના ગુનાના આરોપીને પકડી સફળતા મેળવી હતી.


