અમે ગાંધીજીનું નામ અને તેમની વિચારધારાને કયારેય મીટવા દેશું નહીં : કોંગ્રેસ

અમે ગાંધીજીનું નામ અને તેમની વિચારધારાને કયારેય મીટવા દેશું નહીં : કોંગ્રેસ

(એજન્સી)        બેંગ્લોર તા.ર૯:
મહાત્મા ગાંધીના વારસા અને નામનો કથિત રીતે દુરુપયોગ કરવાના અને તેને ભૂંસવાના પ્રયાસો સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર ગાંધીજીની વિચારધારા ખતમ કરવાનો આરોપ લગાવતા રાજ્યવ્યાપી વિરોધની ચીમકી આપી છે. કેન્દ્ર સરકાર અને ભાજપની વિચારધારા સામે કોંગ્રેસે ‘ગાંધીજીના સન્માન’ ને મુદ્દો બનાવીને નવો રાજકીય જંગ છેડ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક કાર્યક્રમમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વર્તમાન શાસકો ઈતિહાસ બદલવાનો અને મહાત્મા ગાંધીના નામને યોજનાઓ અને સંસ્થાઓમાંથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, "અમે ગાંધીજીનું નામ અને તેમની વિચારધારાને ક્યારેય મિટવા દઈશું નહીં. નફરતની રાજનીતિ કરનારાઓ ગોડસેને પૂજે છે, જ્યારે અમે ગાંધીના માર્ગે ચાલીએ છીએ."