માઉન્ટ આબુનું નવુ નામ હવે ‘આબુરાજ’

માઉન્ટ આબુનું નવુ નામ હવે ‘આબુરાજ’

(એજન્સી)         સિરોહી,તા.૨૮:
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં ત્રણ ઐતિહાસિક શહેરોના નામ બદલવાની ઘોષણા કરી છે. આ ત્રણ નામોમાં માઉન્ટ આબુ, કામા અને જહાજપુર શહેરોનો સમાવેશ થાય છે. સરકારે તેને રાજ્યની સાંસ્કૃતિક અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુન:સ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે. સિરોહી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુ હવે આબુરાજ તરીકે ઓળખાશે. અરવલ્લીની પર્વતપાળામાં આવેલું આ સ્થળ વર્ષોથી રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સરકારનું કહેવું છે કે, માઉન્ટ આબુનું નવું નામ ‘આબુરાજ‘ એ તેની પ્રાચીન ઓળખ સાથે સંકળાયેલું છે. જેને હવે ઔપચારિક માન્યતા 
આપવામાં આવી છે.