દેશમાં દરરોજ ૧૮૬ બાળકોનું જાતિય શોષણ : મોટાભાગના કેસોમાં કાકા-મામા-દાદા-નાના જ અપરાધી

દેશમાં દરરોજ ૧૮૬ બાળકોનું જાતિય શોષણ : મોટાભાગના કેસોમાં કાકા-મામા-દાદા-નાના જ અપરાધી

(એજન્સી)     હૈદરાબાદ તા.૨૮:
દેશમાં બાળકો સુરક્ષિત નથી. તેમના સામેના ગુનાઓનો આંક વર્ષ દર વર્ષ વધી રહ્યો છે. બાળકો સૌથી વધુ અપહરણ અને યૌન શોષણના શિકાર બની રહ્યા છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક દંપતીને ૩૩ બાળકોના યૌન શોષણમાં દોષિત ઠેરવીને અદાલતે બંનેને ફાંસીની સજા, એટલે કે મૃત્યુદંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે ર્ઁંઝ્રર્જીં અધિનિયમ હેઠળ બટુકો (સંતોના આશ્રમમાં રહેતા બાળકો)ના યૌન શોષણના મામલે એફઆઈઆર પણ નોંધાઈ છે.
બાળકો સુરક્ષિત નથી તેની સાબિતી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (દ્ગઝ્રઇમ્)ના તાજા આંકડાઓ પણ આપે છે. તેના મુજબ ૨૦૨૩માં બાળકો વિરુદ્ધ ગુનાના કુલ ૧,૭૭,૩૩૫ કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ સરેરાશ આશરે ૪૮૯ બાળકો સામે ગુનાઓ થયા. તેમાં સૌથી વધુ અપહરણ અને યૌન શોષણના કેસ નોંધાયા હતા. આમાંથી ૬૭,૬૯૪ કેસ યૌન અપરાધના હતા, જે ‘બાળકોને યૌન અપરાધથી સુરક્ષા અધિનિયમ (ર્ઁંઝ્રર્જીં)‘ હેઠળ નોંધાયા હતા.