વેરાવળ તાલુકાના મેઘપુર ગામેથી ચાલાક દિપડો પાંજરે પુરાયો
(પ્રતિનિધિ દ્વારા) પ્રભાસ-પાટણ તા.૭
વેરાવળ તાલુકાના મેઘપુર ગામે હિતેશ કાનાભાઈ પંપાણીયાની વાડીમાં દીપડો અવાર-નવાર આવી મારણ કરતો હતો અને તેને પકડવા પાંજરૂ મુકવા છતાં પકડાતો ન હતો. આખરે વેરાવળ વન વિભાગના વનરક્ષક એચ.એમ. મેર તથા વનરક્ષક ડી.બી. ચૌધરીએ યુક્તિપ્રયુક્તિથી પીંજરા પાસે કેમેરો ગોઠવી ગત રાત્રે દિપડાને પાંજરે કેદ કર્યો છે. દિપડો નર-૧ જેને એનીમલ કેર સેન્ટર ખાતે રવાના કરાયો છે. દિપડો પકડાતા ગ્રામ લોકોમાં હાશકારો થયો છે.


